અમરેલી શહેરમાં માર્ગો પર ઉમટ્યું કેસરીયું
ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ માન્યો જનતાનો આભાર
અમરેલી શહેરમાં માર્ગો પર ઉમટ્યું કેસરીયું જનમેદની ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ માન્યો જનતાનો આભાર
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ચારેબાજુ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રચંડ જીત બદલ જનતાનો આભાર માનવા માટે રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી ભવ્ય વિજય સરઘસમાં જોડાયા હતા. રાજ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને અમરેલીના રાજમાર્ગો પર ફરીને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું. વિજયના આ અવસરે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભાજપના કાર્યકરોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.
મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આ ઐતિહાસિક જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ (જગદીશ વિશ્વકર્મા) ના કુશળ નેતૃત્વ અને સંગઠનની મહેનતને આપ્યો હતો.તેમણે થઈને જણાવ્યું હતું કે, “અમરેલીની જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર જે અડગ વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું તમામ મતદારોનો ઋણી છું.” આ વિજય સરઘસમાં જીતના ગુલાલ અને આતશબાજી વચ્ચે સમગ્ર અમરેલી શહેર કેસરીયા રંગે રંગાયું હતું અને ‘કમળ’ ની આ જીતને હજારો કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધેલ..

