સુરતની પુણા પોલીસ દ્વારા સેફ્ટીને લઈ ચેકિંગ
પોલીસ દ્વારા કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ
પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોને પણ ચકાસવામાં આવ્યા
સુરતની પુણા પોલીસ દ્વારા લોકોની સેફ્ટીને લઈ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ કરાતા ગુનેગારોમાં ડર જોવા મળ્યો હતો.
સુરતની પુણા પોલીસ દ્વારા લોકોની સેફ્ટીને લઈને પુણા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું હતું. પુણા પોલીસ દ્વારા કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પુણા વિસ્તારમા પુણા પીઆઈ અને પીએસઆઈ અને તેમની ટીમ સહીતનાં પોલીસકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કોમ્બિંગ યોજવામાં આવ્યું હતુ અને તેમાં વાહનોનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. તો પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોને પણ ચકાસવામાં આવ્યા હતાં. તો સાથે પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કામગીરી કરવામાં આવી હતી.

