Site icon hindtv.in

સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલ વિવાદ

સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલ વિવાદ
Spread the love

સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલ વિવાદ
બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત
સમાજ દ્વારા આક્રોશ સાથે પત્ર લખીને ન્યાયની માંગ

સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલમાં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજવા મામલે સમાજ દ્વારા આક્રોશ સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતનાને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરી છે.

દશનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે, સુરત પુણાગામ, સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરીયન ડિલવરી કરાઈ હતી. તે સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે. સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે, જે યોગ્ય ન્યાયીક અને પુરતી તપાસ માટે એસઆઈટી કમિટિનું ગઠન કરવા રજૂઆત છે. હિતેશગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ,

સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા અને આઠમા મહિને ડિલિવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું. ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે.

Exit mobile version