સુરતની સચીન પોલીસે ગાંજાનો જથ્થો વેંચનાર ઝડપાયો
આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લાખોની મત્તા કબ્જે કરી
ગાજાનો વેપલો કરતા અખીલેશકુમાર સરોજને ઝડપ્યો
સુરતની સચીન પોલીસે ગાંજાનો જથ્થો વેંચનાર એકને ઝડપી પાડી તેની પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિં ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ. પી.એન. વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે સચીન નવસારી મેઈન રોડ સુડા સેક્ટર 1 માં દરોડા પાડી ત્યાંથી ગાંજાનો વેપલો કરતા અખીલેશકુમાર સરોજને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 1 લાખ 51 હજારની કિંમતનો ગાંજો તથા મોબાઈલ સહિત 1 લાખ 56 હજારની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

