Site icon hindtv.in

સચીન પોલીસે કેબલ વાયર ચોરીના એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા

સચીન પોલીસે કેબલ વાયર ચોરીના એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા
Spread the love

સચીન પોલીસે કેબલ વાયર ચોરીના એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા
સચીનમાં 26 લાખની ચોરીના કેસમાં નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ
સચીન પોલીસની ખાસ ડ્રાઇવમાં કેબલ વાયર ચોરીના આરોપીઓ ઝડપાયા

સુરતની સચીન પોલીસે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ચલાવેલી ડ્રાઈવ દરમિયાન કેબલ વાયર ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ ખાસ ઝુંબેશની સુચનાને લઈ સચીન પોલીસની ટીમ પીઆઈ પીએન વાઘેલાની સુચનાને લઈ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મનસુખ અને જશવંતને મળેલી બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં 26 લાખ 84 હજારથી વધુની થયેલી ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી એવા રાજુલાલ રામલાલ ગુર્જર અને દિનેશ લાલારામ ગુર્જરને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version