Site icon hindtv.in

સચીન જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો

સચીન જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

સચીન જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગના રીઢા આરોપીને ઝડપી પાડ્યો
ત્રણ અલગ અલગ સ્નેચીંગ ગુનાઓમાં સંડોવણી સામે આવી
આરોપી જમીલ તૈલી પાસેથી ત્રણ મોબાઈલ અને બાઈક કબ્જે

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગના ત્રણ ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચીંગમાં ઉપયોગમાં લીધેલ બાઈક પણ કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલ અને એચએચ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈરશાદભાઈ તથા અહેકો રાહુલકુમારને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ત્રણ ત્રણ મોબાઈલ સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી એવા જમીલ તૈલીને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચીંગમાં ઉપયોગમાં લીધેલ મોટર સાઈકલ સહિત ત્રણ સ્નેચીંગ કરાયેલા મોબાઈલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version