Site icon hindtv.in

તહેવારોની સિઝનમાં વતન જવા મુસાફરોની પડાપડી

તહેવારોની સિઝનમાં વતન જવા મુસાફરોની પડાપડી
Spread the love

તહેવારોની સિઝનમાં વતન જવા મુસાફરોની પડાપડી
બિહાર જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ
સ્ટેશનની બહાર વહેલી સવારથી લાંબી લાઈનો

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તહેવારોની સિઝન અને મંદીના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો બિહાર તરફ જવા રવાના થઈ રહ્યા છે. જેને પગલે સ્ટેશનની બહાર વહેલી સવારથી જ મુસાફરોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બિહાર જવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર પહોંચી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે સ્ટેશનની બહાર અંદાજે બે કિલોમીટર સુધી મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ સ્ટેશન બહાર ભીડ જામી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તહેવારોના કારણે વતન જવાની ઉતાવળ અને મંદીના માહોલ વચ્ચે શ્રમિકો સહિત મોટી સંખ્યામાં લોકો સુરતથી પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ઉધના સ્ટેશન પર ઉમટેલી ભીડને કારણે રેલવે સ્ટેશનની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.

Exit mobile version