Site icon hindtv.in

સુરતમાં મેયરોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

સુરતમાં મેયરોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
Spread the love

સુરતમાં મેયરોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
આઈસીસી ખાતે રાજ્યના વિવિધ શહેરોના મેયરોની બેઠક યોજાઈ

સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેયર્સની ગુજરાત પ્રદેશ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ રહી છે. આઈસીસીસી ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના અલગ અલગ શહેરોના મેયરો જોડાયા હતાં.

સુરત શહેર આજે મેયરોના મહામંથનનું સાક્ષી બન્યું છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેયર્સની ગુજરાત પ્રદેશ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અંતર્ગત સુરતના આઈસીસીસી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના અલગ અલગ શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુરત શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો, સ્માર્ટ સિટી પહેલ અને શહેરી વિકાસના મોડલ અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠક બાદ મેયરોને સુરતના વિવિધ મુખ્ય સ્થળો અને મહત્વની પ્રોજેક્ટ સાઇટ્સની મુલાકાત પણ કરાવવામાં આવશે. સુરતના વિકાસકાર્યો અને શહેરના મોડલને અન્ય શહેરોના મેયરો સમક્ષ રજૂ કરવામાં આવશે.

Exit mobile version