Site icon hindtv.in

સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસની ઓળખ આપી લૂંટ

સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસની ઓળખ આપી લૂંટ
Spread the love

સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસની ઓળખ આપી લૂંટ
મુસાફરને મારમારી 51 હજારની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓ
લુંટારૂઓમાંથી એકને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો

સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસની ઓળખ આપી મુસાફરને મારમારી 51 હજારની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓમાંથી એકને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત રેલ્વે સ્ટેશન પર ગત 2 એપ્રિલના રોજ ફરિયાદીને નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતા અટકાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી 51 હજારની લુંટની ઘટના બની હોય જે અંગે સુરત રેલ્વે પોલીસ સાથે રેલ્વે એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. અને રેલ્વે એલસીબીના પીઆઈ ટીવી પટેલની ટીમ પીએસઆઈ આરએ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતા ત્યારે પોહેકો પ્રકાશભાઈ અને મેહુલભાઈને મળેલી બાતમીના આધારે મુસાફરને લુંટી લેનારાઓમાંથી એક એવા બનાસકાંઠાના કલ્પેશ ઉર્ફે અલ્પેશ હકમાજી ભગાજી પંચાલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

 

Exit mobile version