Site icon hindtv.in

મોડાસામાં ખમણની દુકાને તાંત્રિક પ્રયોગથી લૂંટ

મોડાસામાં ખમણની દુકાને તાંત્રિક પ્રયોગથી લૂંટ
Spread the love

મોડાસામાં ખમણની દુકાને તાંત્રિક પ્રયોગથી લૂંટ
200ની નોટ આપી વેપારીને બેભાન કરી ગઠિયો 5 હજાર લઈ ફરાર
દસ મિનીટ બાદ વેપારી ભાનમા આવ્યા બાદ પડી ખબર
મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી

મોડાસા શહેરમાં તાંત્રિક પ્રયોગથી લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માલપુર રોડ પર આવેલા ખોડિયાર કૃપા ખમણ હાઉસમાં બપોરના સમયે એક અજાણ્યો શખ્સ કાળા રંગની કારમાં આવ્યો હતો.

ગઠિયાએ ખમણ ખરીદવા માટે વેપારીને 200 રૂપિયાની નોટ આપી હતી. વેપારીએ નોટ હાથમાં લેતાં જ તે બેભાન થઈ ગયો હતો. આ તકનો લાભ લઈને ગઠિયાએ દુકાનના ગલ્લામાંથી 4થી 5 હજાર રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. લગભગ 10 મિનિટ બાદ વેપારીને ભાન આવ્યું હતું. તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ગલ્લાની તપાસ કરતાં તમામ રોકડ રકમ ગાયબ હતી. આ રીતે દિવસના સમયે ગઠિયો તાંત્રિક પ્રયોગથી વેપારીને બેભાન કરી લૂંટ કરવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 

Exit mobile version