Site icon hindtv.in

કડોદરા-બારડોલીને જોડતા રસ્તાને મંજૂરી

કડોદરા-બારડોલીને  જોડતા રસ્તાને  મંજૂરી
Spread the love

કડોદરા-બારડોલીને જોડતા રસ્તાને મંજૂરી
૬૪.૧૫ કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી
અન્ય પાંચ રેલવે ઓવરબ્રિજ અને અન્ડરપાસનું નિર્માણ થશે

બારડોલી નગપાલિકા વિસ્તારના અસ્તાન ખાતે ૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત અસ્તાન રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન પાસે આવેલ હયાત એલ.સી.નં.-૨૫ ઉપર રેલ્વે વિભાગના પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ની વચ્ચે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બારડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, કડોદરાથી બારડોલી સુધીના ૧૭.૫ કિમીના ફોર લેન રસ્તાને હવે સિક્સ લેન બનાવવા ૬૪.૧૫ કરોડની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ બ્રીજથી કડોદરા-બારડોલી વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે. વધુમાં શ્રી પરમારે કહ્યું હતું કે, બારડોલી તાલુકામાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે બારડોલી સુગર ફેક્ટરી સામે, તેનથી બાબેન રોડ, ગંગાધરા-કારેલી અને બગુમરા ખાતે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. ચલથાણ ખાતે નવા અન્ડરપાસનું નિર્માણ થશે. આ ઉપરાંત, મિઢોળા નદી પરના જૂના બ્રિજની બંને બાજુએ નવા બ્રિજ બનાવીને ટ્રાફિકની અવરજવર હળવી કરવામાં આવી છે.

Exit mobile version