સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા
છેલ્લા ત્રણ વર્ષથી રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટની ગંભીર સમસ્યાથી ત્રસ્ત
સ્થાનિકોએ હવે ચુંટણીને ધ્યાનમાં રાખીને નો વોટનો એલાન કર્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આકાશ રો સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટની ગંભીર સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. સ્થાનિકોએ હવે ચુંટણીને ધ્યાનમાં રાખીને નો વોટનો એલાન કર્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આકાશ રો સોસાયટીમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીના રોડ-રસ્તા ખરાબ હાલતમાં છે અને સ્ટ્રીટ લાઈટની પણ પૂરતી વ્યવસ્થા નથી, જેના કારણે રાત્રિના સમયે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે લાખો-કરોડોના ગ્રાન્ટ હોવા છતાં કોઈ કામ થયું નથી અને તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. અનેકવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિકોએ ચુંટણીને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવ્યું છે. રહીશો સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પાર્ટી તેમના રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો ઉકેલ લાવશે, તેને જ તેઓ વોટ આપશે, નહીં તો નો વોટનો નિર્ણય યથાવત રાખશે. આ મુદ્દે હવે તંત્ર અને રાજકીય આગેવાનો શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.

