સુરત શહેરમાં ખાડીઓના ઉભરાતા પાણીના
પૂરની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત છે.
ડ્રોનમાં કેદ શહેરના દ્રશ્યો કેદ થતા પરિસ્થિતિની ગંભીરતા જોવા મળી
સુરત શહેરમાં ખાડીઓના ઉભરાતા પાણીના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત છે. સારોલી, પર્વત પાટિયા સહિત પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. તો ડ્રોનમાં કેદ શહેરના દ્રશ્યો કેદ થતા પરિસ્થિતિની ગંભીરતા જોવા મળી હતી.
સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીઓમાં વધેલા જળસ્તરના કારણે પૂર જેવી સ્થિતિ યથાવત રહી છે. સારોલી અને પર્વત પાટિયા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હજારો સ્થાનિકો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સીમાડા ખાડી સહિતની ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે. ખાડીનું જળસ્તર હજુ પણ ભયજનક સપાટીએ હોવાથી નિચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે સારોલી, પર્વત પાટિયા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. સ્થાનિકો હવે પાણી ઉતરે અને જનજીવન ફરી સામાન્ય બને તેની રાહ જોઈ રહ્યા છે.

