Site icon hindtv.in

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ
Spread the love

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ
લિંબાયતમાં ઘર બહારથી અજાણ્યો ચોર લોખંડની જાળી ચોરી
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં ઘર બહારથી અજાણ્યો ચોર લોખંડની જાળી ચોરી કરી ગયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુરતમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે લિંબાયત વિસ્તારના ઘરોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. લિંબાયત વિસ્તારના સંગમબેન્ડ સર્કલ પાસે આવેલ અંબાજી મંદિરની ગલીમાં સવારના સમયે અજાણ્યો ચોર લોખંડની જાળી ચોરી ગયો હતો. વહેલી સવારે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસની પેટ્રોલીંગ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ થાય તો ચોર ટોળકીથી લોકોને રક્ષણ મળે તેમ છે.

Exit mobile version