Site icon hindtv.in

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
Spread the love

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
પાંડેસરામાં રહેતી 20 વર્ષીય પરિણીતાનો ગળે ફાંસો
ઘરનો દરવાજો ખોલી જોતા કાજલબેન મૃત હાલતમાં

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરામાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત એમ છે કે પાંડેસરા ખાતે રહેતી અને પ્રેમ લગ્ન કરનાર કાજલબેન એ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે કાજલબેનના પતિ સવારે કામે ગયા હોય અને સાંજે પરત ફરતા ઘરનો દરવાજો ખોલી જોતા કાજલબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા જેથી પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version