Site icon hindtv.in

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ
Spread the love

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ
બે બાળકોના પિતાએ આપઘાત કરી લેતા ચકચાર
સંતાનમાં 18 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બે બાળકોના પિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સણિયા શિવાનતા ખાતેની ઓમ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 41 વર્ષીય લાલચંદ તુલસીરામ પાટીલે પોતાના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 41 વર્ષીય લાલચંદ પાટીલને સંતાનમાં બે બાળકો જેમાં 18 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી હોવાનુ સામે આવ્યુ છે. તો યુવાને આપઘાત કરી લેતા પરિવાર હાલ શોકમાં ગરકાવ થયો છે. જ્યારે પોલીસે હાલ આપઘાત પાછળનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version