સુરત પાંડેસરા ખાતે હત્યાના વધી રહેલા બનાવો
યુવાનની જુના ઝઘડાની અદાવતમાં હત્યા કરાતા ચકચાર
સુભાષ નામના યુવાનની અજાણ્યા ત્રણ હુમલાખોરોએ હત્યા કરી
સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરા ખાતે એક યુવાનની જુના ઝઘડાની અદાવતમાં હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરતમાં હત્યા પ્રયાસ અને હત્યાના બનાવો રોજેરોજ વધી રહ્યા છે જેને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં ખુની ખેલ મોડી રાત્રે ખેલાયો હતો. પાંડેસરા ખાતે સુભાષ નામના યુવાનની અજાણ્યા ત્રણ જેટલા હુમલાખોરોએ જુના ઝઘડાની અદાવતમાં ઘાત્કી હત્યા કરી હતી. તો હત્યા કરી હત્યારાઓ ભાગી છુટ્યા હતાં. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતાં.

