Site icon hindtv.in

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો
Spread the love

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો
લિંબાયતમાં જુના ઝઘડાની અદાવત રાખી યુવાનની હત્યા
ચપ્પુના ઘા મારી હત્યા કરાતા ચકચાર

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયતમાં જુના ઝઘડાની અદાવત રાખી યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હોય તેમ નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરાઈ હતી. લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ 24 વર્ષીય જયેશ પટેલની ચપ્પુ મારી નિર્મમ હત્યા કરાઈ હતી. વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત 8 લોકો સામે પરિવારનો હત્યાનો આક્ષેપ કરાયો છે. તો જૂની અદાવતને કારણે હત્યા થયાની પ્રાથમિક માહિતી પોલીસ સમક્ષ આવી છે. હાલ તો પોલીસે લાશનો કબ્જ લઈ તપાસ હાથ ધરી છે. તો મૃતકની અઢી વર્ષની બાળકી અનાથ થતા પરિવારજનો પર આભ તુટી પડ્યો છે.

Exit mobile version