Site icon hindtv.in

સુરતમાં અકસ્માત મોતની વધી રહેલી ઘટનાઓ

સુરતમાં અકસ્માત મોતની વધી રહેલી ઘટનાઓ
Spread the love

સુરતમાં અકસ્માત મોતની વધી રહેલી ઘટનાઓ
મગદલ્લા હજીરા બ્રિજ પર રાત્રીના સમયે સર્જાયેલા અકસ્માત
અકસ્માતમાં એક આધેડનુ મોત નિપજતા પોલીસ દોડતી થઈ

સુરતમાં અકસ્માત મોતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે મગદલ્લા હજીરા બ્રિજ પર રાત્રીના સમયે સર્જાયેલા અકસ્માતમાં એક આધેડનુ મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે મગદલ્લા હજીરા બ્રિજ પર રવિવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં 55 થી 60 વર્ષના આધેડ બચુભાઈ મેઘાભાઈ વસૈયાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો બનાવની જાણ થતા જ આસપાસથી લોકો સ્થળે દોડી આવ્યા હતા. તો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી આવી હતી અને મૃતકનો મૃતદેહ સિવિલમાંખસેડાયો હતો. જ્યાં મૃતક બચુભાઈ વસૈયા દાહોદના ઝાલોદના હોવાનુ સામે આવ્યુ હતું. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version