વધતો જતો ક્રાઈમ રેટ નાગરિકો માટે ખતરા રૂપ
નવસારીમાં યુવક પર સાથી મિત્રોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા
પોલીસે સુરતના ગુનેગારોની ધરપકડ કરી તપાસ હાથ ધરી
વધતો જતો ક્રાઈમ રેટ નાગરિકો માટે ખતરા રૂપ સાબિત થતો હોય છે અને ડરનું માહોલ ઊભું કરતો હોય છે એવા જ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે નવસારીના રીંગરોડ વિસ્તારમાં જન્મદિવસ મનાવી રહેલા યુવક પર સાથી મિત્રોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરતા ચકચાર મચી છે. પોલીસે સુરતના ગુનેગારોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે….
નવસારી શહેરના રીંગરોડ વિસ્તારમાં રોયલ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ નજીક તારીખ 14 મીના રોજ યાસીન યુસુફ મેમણ નામના ઇસમને અંગત અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સુરતના ચાર કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ મેળાપીપણામાં હત્યા નો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ચાર આરોપીઓ વિરોધ સુરત શહેર અને નવસારી જિલ્લામાં 31 જેટલા ગુનાઓ નોંધાયેલા છે એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં સુરતમાં રહેતા મોઇનુદ્દીન ટીપુ શેખ, મોહમ્મદ લતીફ રંગરેજ, બાલકૃષ્ણ ઉર્ફે જમરૂખ પારખે અને એઝાઝ શેખની છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ 31 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એ તમામ આરોપીઓને નવસારી એલસીબી પોલીસે બારડોલી માંડવી રોડ પર આવેલા કંટાળી ગામેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરી ગુનામાં વપરાયેલા સાધનો અને પુરાવાઓ ભેગા કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે…
નવસારી શહેરના રીંગરોડ,વિજલપોર શહેર અને એપીએમસી માર્કેટ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. નાની મોટી મારામારીઓ હવે હત્યા ના ગુના સુધી પહોંચી ચૂકી છે. અગાઉ પોલીસે રીંગરોડ વિસ્તારમાં ધમાલ મચાવનાર અને જાહેરમાં ચપ્પા ઉછાળનાર આરોપીઓનો વરઘોડો પણ કાઢ્યો હતો. હાલમાં જ યુવાનને રહેસી નાખનાર ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને અસામાજિક તત્વોથી ઉભરાતા વિસ્તારોમાં પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ કડકાઈથી કામ લેવાની શરૂઆત કરી છે…

