મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં રાયોટીંગ અને મર્ડરના આરોપી સુરતમાં
આરોપીઓને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યા
આકાશસિંગ રાજપુત, સત્યમસીંગ રાજપુત અને અજીતસિંહ રાજપુત ઝડપાયા
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મેળા દરમિયાન બનેલ કોમ્યુનલ ઝઘડાની અદાવતમાં થયેલ રાયોટીંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ગુજરાત તથા અન્ય રાજ્યમાં ગુનાઓ આચરી સુરત આવી રહેતા આરોપીઓને પકડી પાડવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હિતેષસિંહ અને હેકો રાજુભાઈને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મેળા દરમિયાન બનેલ કોમ્યુનલ ઝઘડાની અદાવત રાખી થયેલ ચકચારી રાયોટીંગ અને મર્ડરના ગુનામાં સંડોવાયેલા તથા કોર્ટ દ્વારા ફરાર જાહેર કરાયેલા ત્રણ આરોપીઓ આકાશસિંગ ઉર્ફે સૌરભસીંગ રાજપુત, સત્યમસીંગ રાજપુત અને અજીતસિંહ રાજપુતને ઝડપી પાડી તેઓનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

