સુરત સચીન સ્ટેશન રોડ પર રીઢા ચોરને ઝડપ્યો
ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરને ઝડપ્યો
આરોપી જય લલિત વાઘેલાને ઝડપી પાડ્યો
સુરત સચીન સ્ટેશન રોડ પર સાંઈ પાર્ક એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએમસઆઈ ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિજયસિંહ, રવિરાજસિંહ અને અપોકો દશરથ તથા હેબતસિંહને મળેલી બાતમીના આધારે સચીન સ્ટેશન રોડ પર સાંઈ પાર્ક એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર મુળ બનાસકાંઠાનો અને હાલ વલસાડ ખાતે રહેતા જય લલિત વાઘેલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

