Site icon hindtv.in

વડોદરામાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા રીઢા સુરતમાં ઝડપાયા

વડોદરામાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા રીઢા સુરતમાં ઝડપાયા
Spread the love

વડોદરામાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા રીઢા સુરતમાં ઝડપાયા
શુભમ ઉર્ફે આદિત્ય ઉર્ફે લક્કી સંજય ચોબેને સુરત પિપલોદથી ઝડપ્યો

વડોદરાના જેપી રોડ પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર વિસ્તારમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે વડોદરા જેપી રોડ પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી એવા પાંડેસરા સાંઈબાબા સોસાયટી ખાતે રહેતા શુભમ ઉર્ફે આદિત્ય ઉર્ફે લક્કી સંજય ચોબેને પિપલોદ પ્રગતિ એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો વડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version