Site icon hindtv.in

સુરતની લિંબાયત પોલીસના હાથે રીડા ચોર પકડાયો

સુરતની લિંબાયત પોલીસના  હાથે રીડા ચોર પકડાયો
Spread the love

સુરતની લિંબાયત પોલીસના હાથે રીડા ચોર પકડાયો
લાખોની ઘરફોડ ચોરી કરનારો રીડા ચોર ઝડપાયો
ઘરફોડ ચોરી બાદ ફરાર આરોપી પોલીસે ઝડપી પાડ્યો

સુરતની લિંબાયત પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપી લાખોની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એનકે કામળીયાની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેન્દ્ર અને અપોકો યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીના તથા રોકડ 50 હજાર મળી 2 લાખ 35 હજારથી વધુની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોર સોનુસીંગ બલવીરસિંગ ભોંડને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version