Site icon hindtv.in

સુરતમાં પૂર બાદ રાહત કામગીરીની સમીક્ષા

સુરતમાં પૂર બાદ રાહત કામગીરીની સમીક્ષા
Spread the love

સુરતમાં પૂર બાદ રાહત કામગીરીની સમીક્ષા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા
રાહત કામગીરીનો વિગતવાર હિસાબ માંગ્યો

સુરતમાં પૂર બાદ રાહત કામગીરીની સમીક્ષા માટે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તમામ ધારાસભ્યો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રાહત કામગીરીનો વિગતવાર હિસાબ લેવાયા હતાં.

સુરતમાં પૂર બાદ સરકાર દ્વારા કરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતાં. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેટલી અને કેવી રીતે પહોંચી, નુકસાનનો સર્વે કેટલો પૂર્ણ થયો તેમજ અસરગ્રસ્તોને સહાય વિતરણની સ્થિતિ અંગે વિગતવાર માહિતી લેવાઈ હતી. સાથે જ બાકી રહેલા પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને આગળની કામગીરી અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Exit mobile version