Site icon hindtv.in

ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ

ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ
Spread the love

ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ
ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા
કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ભયે ચાલ રમવી પડી
ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ભયે ચાલ રમવી પડી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. પોરબંદર, સુરત, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવારોને તૂટવાના ભયે રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા અને ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણી વખતે રિસોર્ટ પોલિટિક્સ સામે આવતું હોય છે પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ભયે ચાલ રમવી પડી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 40 જેટલા ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. મોરબીમાં પણ મનપાના ચાર ઉમેદવારોને ભાજપા દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લઈ રહી છે. ભાજપના ડરને કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભાજપના ભયને કારણે અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે. લોભ લાલચ અને ડરાવવાનો ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારી પાછી ખેંચવા ડરાવવાનો આક્ષેપ કરાયો છે. આમ આદમી પાર્ટીના 40 કરતા વધુની ઉમેદવારી પાછી ખેંચાવવાના પ્રયાસનો આક્ષેપ કરાયો છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લાવવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version