Site icon hindtv.in

ભરૂચ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામું.

ભરૂચ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામું.
Spread the love

ભરૂચ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામું.
પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું
લાંબા સમયથી કાર્યરત કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન-સન્માન નહિ

ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કર્યો છે. અને પદ ઉપરથી રાજીનામુ આપ્યું છે

ભરૂચ નગરપાલિકાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે BJP માંથી રાજીનામું આપ્યું છે, તેમણે જણાવ્યું કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન-સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે, સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે. હવે આગામી સમયમાં તેઓ કોઈ અન્ય પક્ષ સાથે જોડાશે કે સ્વતંત્ર રીતે કાર્ય કરશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. સામી ચૂંટણીએ પૂર્વ પ્રમુખે જ રાજીનામુ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી આયોગ દ્વારા રાજ્યના 34 ઉચ્ચ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં સિનિયર IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેમને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version