Site icon hindtv.in

સુરતના રાંદેરમાં ઉગત પંચવટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન

સુરતના રાંદેરમાં ઉગત પંચવટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન
Spread the love

સુરતના રાંદેરમાં ઉગત પંચવટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન
ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું હતું
કોઈ કામગીરી ન થતાં રહીશો ભરાયા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ઉગત પંચવટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન થયા છે ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે જેથી મનપામાં અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ કામગીરી ન થતાં રહીશો ભરાયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

સુરતના ઉગત પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે પંચવટી સોસાયટીની બાજુમાં પાછળના રોડ પર આવેલી ચક્ર ધાર સોસાયટીના ખુલ્લા પ્લોટ માં ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે આ બાબતે મહાનગરપાલિકામાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે આજે સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી આખા ખુલ્લા પ્લોટમાં ગંદુ પાણી ગટરનું ભરાઈ જતા મચ્છરોની સાથે ગંદકી અને દુર્ગંધનો પેસારો થયો હતો. નાના બાળકોને અને લોકોને રોગચાળાનો ભય સતાવતો હતો ત્યારે આજે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે.

Exit mobile version