Site icon hindtv.in

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ
Spread the love

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ
વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થતા પરિવારે મચાવ્યો હતો હોબાળો
હોબાળા દરમિયાન તબીબો પર હુમલો થયો હોવાનો આક્ષેપ

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આજથી ડૉક્ટર્સ હડતાળ પર છે. તબીબો પર હુમલાનાં વિરોધમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે.ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે વોર્ડ ડ્યુટી અને ઓપીડી છોડી તબીબો હડતાળ પર ઉતર્યા છે. કોલ્ડ રૂમની ઘટનાનાં વિરોધમાં તબીબો હડતાળ પર છે. હુમલો કરનારા સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

થોડા સમય પહેલા વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી આવી સામે હતી. કોલ્ડ રૂમમાં મૂકેલો મૃતદેહ સડી જતાં પરિવારનો આક્રોશ જોવા મળ્યો હતો. યોગ્ય તકેદારી ન રખાતા મૃતદેહ સડી ગયાની ફરિયાદ કરવામાં આવી હતી. મૃતદેહ મૂકવામાં આવ્યો ત્યારે તે E1માં મૂકાયો હતો, મૃતદેહ પરત લેવા આવ્યા ત્યારે તે B3 માંથી મળ્યો હતો. પરિવાર USથી પરત આવ્યા બાદ અંતિમ ક્રિયા કરવાની હતી. મૃતદેહ સડી જવાના કારણે ઘર ન લઈ જઈ શકાય તેવી સ્થિતિ સર્જાય હતી. પરિવારજનોએ યોગ્ય ન્યાય મળે તેની માંગ કરી છે. SSG હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં મૃતદેહ ડીકમ્પોઝ થઇ જતા વિવાદ સર્જાયો જેમાં નારાજ પરિજનોએ ડોક્ટરો સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. હુમલાનાં વિરોધમાં તબીબોએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

SSG હોસ્પિટલમાં પરિજનો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. પોસ્ટમોર્ટમ રૂમનો નારાજ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે.અન્ય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનો તબીબી સ્ટાફે ઈનકાર કરી હતી. સ્ટાફ હડતાળ પર ઉતરતાં મૃતદેહોને SSGથી ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરનું નિવેદન પણ સામે આવ્યું હતુ. ઘટનામાં SSG હોસ્પિટલની કોઇ બેદરકારી નથી. તબીબ કે સ્ટાફ પર હુમલો કરવો એ કાયદાનું ઉલ્લંઘન છે. ટેકનીકલ ખામીને કારણે કોલ્ડરૂમ બંધ થયો હતો. આ મામલાની તપાસ કરવા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચાશે. ઘટનાની તપાસ થશે અને જવાબદારી નક્કી કરાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version