Site icon hindtv.in

સુરતના કતારગામની ટીપી 49, 50 અને 51 માં રિઝર્વેશન

સુરતના કતારગામની ટીપી 49, 50 અને 51 માં રિઝર્વેશન
Spread the love

સુરતના કતારગામની ટીપી 49, 50 અને 51 માં રિઝર્વેશન
રિઝર્વેશન રદ્દ કરવાની માંગ સાથે મહારેલી યોજાઈ

સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી 49, 50 અને 51 ની રિઝર્વેશન રદ્દ કરવાની માંગ સાથે મહા રેલી યોજાઈ હતી.

સુરતમાં કતારગામ ખાતે આવેલી ટીપી 49, 50 અને 51 ની રિઝર્વેશન રદ કરવા મહારેલી યોજાઈ હતી. કતારગામ દરવાજાથી રેલી કાઢીને સુરત મહાનગર પાલિકા કચેરી મહારેલી પહોંચી હતી જ્યાં પાલિકા કમિશ્નરને મળી સામૂહિક આવેદનપત્ર અપાયું હતું. જેમાંસમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજ સુરત સહિતના સમાજે આ રેલીને સમર્થન આપ્યુ હતું તો આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. સુરત કતારગામની પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં વર્ષો જુના રહેણાક મકાન, ખુલ્લા પ્લોટ અને સોસાયટીની વાડીઓ તેમજ રસ્તા પર રિઝરવેશન મુકાયુ છે આ રિઝર્વેશન રદ કરાવવા માટે કતારગામના અસરગ્રસ્તો લોકો રેલીમાં જોડાયા હતાં.

Exit mobile version