ભાવનગરમાં એનએસયુઆઈઅને યુથ કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી
150 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યાં
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદમાં અન્યાય અને અવગણનાના આક્ષેપ
કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીનામાં ટેબલ પર મૂકવામાં આવ્યાં
ભાવનગર કોંગ્રેસમાં સર્જાયો વિવાદ, ભાવનગરમાં NSUI અને યુથ કોંગ્રેસના 150 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાં આપ્યાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદમાં અન્યાય અને સતત અવગણનાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીનામાં ટેબલ પર મૂક્યાં હતાં. જોકે, કોંગ્રેસ પ્રમુખ હાજર ન હોવાથી રાજીનામાં સ્વીકારાયા કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી. આગેવાનોએ ભવિષ્યમાં પણ કોંગ્રેસ સાથે જોડાયેલા રહેવાની વાત કરી છે.

