Site icon hindtv.in

સુરતમાં વારંવાર બોમ્બથી સરકારી કચેરીઓ ઉડાવી દેવાની ધમકી

સુરતમાં વારંવાર બોમ્બથી સરકારી કચેરીઓ ઉડાવી દેવાની ધમકી
Spread the love

સુરતમાં વારંવાર બોમ્બથી સરકારી કચેરીઓ ઉડાવી દેવાની ધમકી
આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધમકી મળતા બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સાથે પોલીસ તપાસ શરુ

સુરતમાં વારંવાર બોમ્બથી સરકારી કચેરીઓ ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે ત્યારે આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સાથે પોલીસે આરટીઓ કચેરીમાં પાસ કરી હતી.

સુરત આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ હતી. સુરત બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ દ્વારા સંપૂર્ણ આરટીઓ કચેરીની તપાસણી કરવામાં આવી હતી અને કોઈપણ જાતની સંદીગ્ધ ચીજ વસ્તુ મળી આવી નહીં. જેથી આરટીઓ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. અગાઉ પણ વી.આર મોલ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એમાં પણ ફેકમેલ સાબિત થયું હતું. ત્યારે આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ફેક સાબિત થઈ છે. કોઈ ટીખળખોર દ્વારા ટીખળ કરાયા હોવાની આશંકા છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બની અફવાને લઇ તપાસ શરૂ કરી કરાઈ છે.

Exit mobile version