સુરત વરાછાની પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર
કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ
સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી
સુરત વરાછાની પ્રખ્યાત કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ થયા છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
નિઃસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના ૬ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ ડો. જયદેવ ધામેલિયા, ડો. શિવાની શાહ, ડો. ધવલ પટેલ અને ડો. અમિત બલદાણીયા દ્વારા અત્યાર સુધીના તમામ ‘હેપી પેશન્ટ્સ’ કે જેમણે સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું,

