ગેસ સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર.
ગેસના જથ્થા સાથે ઈરાનથી વધુ બે જહાજ ભારત પહોંચશે.
શિવાલિક અને નંદાદેવી જહાજ પહોંચશે ભારત.
મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના કડક પગલાં વચ્ચે એલપીજીભરેલા બે ભારતીય જહાજો ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાના છે.
મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના કડક પગલાં વચ્ચે LPG ભરેલા બે ભારતીય જહાજો ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાના છે. આમાંથી એક જહાજ, શિવાલિક, આજે બપોરે 2 વાગ્યાની આસપાસ ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચશે. નંદા દેવી 17 માર્ચે કંડલા બંદરે પહોંચશે. બંને જહાજો આશરે 92,712 ટન LPG લઈ જઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ બાદ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં ફસાયેલા 24 જહાજોમાંના એક હતા. મધ્ય પૂર્વ યુદ્ધ શરૂ થતાં જ ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનું એક ટીપું પણ પસાર થવા દેશે નહીં. જોકે, હોર્મુઝ છોડતા ભારતીય જહાજોના સમાચારે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે ભારત હોર્મુઝમાંથી જહાજોને કેવી રીતે પસાર કરવામાં સફળ રહ્યું.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે બ્રસેલ્સમાં છે. અહીં તેમણે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, “હું હાલમાં ઈરાન સાથે ચર્ચામાં વ્યસ્ત છું અને મારી ચર્ચાઓના કેટલાક પરિણામો સામે આવ્યા છે. જો આ ચર્ચાઓ દરમિયાન મારા માટે પરિણામ સામે આવે છે, તો હું તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશ. ચોક્કસપણે, ભારતના દ્રષ્ટિકોણથી એ સારુ છે કે આપણે તર્ક અને સંકલન કરીએ અને ઉકેલ શોધીએ. જો આનાથી અન્ય લોકો પણ તેમાં જોડાઈ શકે તો મને લાગે છે કે દુનિયા તેના માટે વધુ સારી છે.” નોંધનીય છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરગચીએ તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન એવા દેશો સાથે વાતચીત કરવા તૈયાર છે જે તેમના જહાજોના સુરક્ષિત માર્ગ પર ચર્ચા કરવા માંગે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

