વરસાદની રાહ જોતાં ખેડૂતો માટે રાહતના સમાચાર.
એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રહેશે વરસાદ.
વેસ્ટર્ન ડિસ્ત્રબન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય.
રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર જણાય છે.
રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર જણાય છે. પરંતુ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 2 અને 3 જુલાઈએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. જ્યાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે અને 2 જુલાઈએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે આ સમયગાળા દરમિયાન 40 થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. એક તરફ વરસાદી આગાહી છે, તો બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેશે. રાજ્યનું મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વરસાદ હોવા છતાં લોકોએ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે. રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર વાતાવરણ જોવા મળશે.,…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

