મહેસાણામાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંતભાઈ જેગોડાનું નિવેદન.
ગેસ રિફીલિંગ બાબતે નાગરિકો પેનિક ન થવા અપીલ.
ઇરાન અને ઇઝરાઇલ વચ્ચેના વધતા તણાવની અસર મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરની અછત સર્જાવાની ભીતિને કારણે નાગરિકોમાં અચાનક દોડધામ મચી ગઈ હતી, જેના પરિણામે ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી.
કડી શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો નંદાસણ રોડ પર આવેલા કુંડાળ પાટીયા નજીક એલપીજી ગેસના ગોડાઉન પર સિલિન્ડર લેવા પહોંચ્યા હતા. ઘણા લોકો પોતાના રોજિંદા નોકરી-ધંધા છોડીને પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલી આ કતારો ધીમે ધીમે લાંબી બનતી ગઈ હતી અને લોકો કલાકો સુધી પોતાના વારાની રાહ જોતા રહ્યા હતા. કાળઝાળ ગરમી હોવા છતાં, મહિલાઓ અને નાના બાળકો સાથેની મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર મેળવવા માટે કતારમાં ઊભી રહેવા મજબૂર બની હતી, મહેસાણામાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર આપતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંતભાઈ જેગોડાનું નિવેદન સામે આવ્યું છે
સ્થાનિક નાગરિકોમાં ભવિષ્યમાં ગેસની અછત સર્જાશે તેવી આશંકા પ્રવર્તી રહી છે. આ ભીતિને કારણે લોકો પહેલેથી જ ગેસ સિલિન્ડર ભરી લેવા માટે ઉતાવળ કરતા જોવા મળ્યા હતા. જોકે, ગેસ સપ્લાય અંગે સત્તાવાર રીતે કોઈ અછત જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, અફવાઓના કારણે નાગરિકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હોવાનું જોવા મળી રહ્યું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

