Site icon hindtv.in

સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત

સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત
Spread the love

સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત
તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી
રેપિયર-જેકાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ

સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત છે… ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર-જેકાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ ઊભી થઈ છે… અને ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ એનો પુરાવો છે.

ઉનાળાની મંદી પછી હવે ટેક્સટાઇલ માર્કેટમાં તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર-જેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે અને અત્યારથી જ ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.ઉદ્યોગકારોનું કહેવું છે કે, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ચોમાસાની સાથે બજારમાં પણ મૂવમેન્ટ વધી રહી છે. પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા છે. હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરીને દિવાળી-વેડિંગ સિઝન માટેની છે. વેપારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરીને મશીન સેટઅપ અને મજૂરોની શિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે. રેપિયર સાડી સાથે સાથે ડ્રેસ મટિરિયલ, કુર્તી ફેબ્રિક, અને ડિઝાઇનર સૂટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે. વેપારીઓએ પણ અત્યારથી જ સ્ટોકિંગ શરૂ કરી દીધું છે જેથી તહેવારો દરમિયાન નુક્સાની સ્થિતિ ઊભી ન થાય. જો આવો જ મોડ રીફ્રેશ રહે તો ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નોંધપાત્ર રિકવરી જોવા મળી શકે છે. આ અંગે સચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, હાલમાં શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારની મૂવમેન્ટ ખાસ્સી વધી ગઈ છે.

વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાને કારણે દેશભરમાંથી માંગ નિકળી છે. હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્નની સિઝનને લઈને વધુ છે, જેથી વેપારીઓ પણ ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. રેપિયર જેકાર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ ડો. હરેશ પટેલે કહ્યું કે, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશનાં વિવિધ રાજ્યોના ટેક્સટાઈલ બજારમાંથી ઓર્ડરો આવી રહ્યા છે. રેપિયરમાં બનતી સાડી ઉપરાંત રેપિયરના કાપડમાંથી બનતી ગાર્મેન્ટ પ્રોડક્ટની પણ ડિમાન્ડ વધી છે. ખાસ કરીને રૂરલ માર્કેટમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે. આમ, માર્કેટમાંથી મળતી માહિતી મુજબ હાલમાં ટેક્સટાઇલના લગભગ તમામ વિભાગોમાં તેજી જોવા મળી રહી છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી રહેલી આ નવી તેજી શહેરના લાખો મજૂરો અને વેપારીઓ માટે આશાની કિરણ બની છે. તહેવારો અને લગ્નસરાની સિઝનને લઈને સુસ્ત પડેલા ઉદ્યોગમાં નવચેતના આવી રહી છે. જો આવું જ ટ્રેન્ડ ચાલુ રહે તો સુરતનું કાપડ ઉદ્યોગ ફરી એકવાર પોતાના પાંખ વિસ્તારી શકે – અને સમગ્ર દેશ માટે ફેશન અને ફેબ્રિક હબ બની શકે છે.

Exit mobile version