Site icon hindtv.in

સુરત : ઉમરામાં જુગારધામ પર ફિલ્મી સ્ટાઇલમાં રેડ

સુરત : ઉમરામાં જુગારધામ પર ફિલ્મી સ્ટાઇલમાં રેડ
Spread the love

સુરત : ઉમરામાં જુગારધામ પર ફિલ્મી સ્ટાઇલમાં રેડ
પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ ટેમ્પોમાં મજૂરોનો વેશધારણ કરીને પહોંચી
7 જુગારીને રંગેહાથ પકડી ટેમ્પોમાં જ લાવ્યા

સુરતની ઉમરા પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં મગદલ્લા ગામ ઓવારા પાસે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં સાતમ આઠમનો જુગાર રમનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ઉમરા પોલીસે મગદલ્લા ગામ ખાતે ઓવારા પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ફિલ્મી સ્ટાઈલમાં દરોડા પાડ્યા હતાં. પીસીઆર કે પોલીસ ગાડીમાં જવાની જગ્યાએ પોલીસે ટેમ્પોમાં મજુરનો વેશ ધારણ કરી જઈ ત્યાંથી જુગાર રમતા સાત જુગારીઓ જ્યંતિ રાઠોડ, સંકેતકુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version