Site icon hindtv.in

સુરતમાં દબાણકારો સામે લાલ આંખ

સુરતમાં દબાણકારો સામે લાલ આંખ
Spread the love

સુરતમાં દબાણકારો સામે લાલ આંખ
અઠવા પોલીસ અને મનપાની સંયુક્ત કાર્યવાહી
જાહેર માર્ગ પર ગેરકાયદે કેબિન-લારી ગલ્લા હટાવાયા,
કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં,

સુરતની અઠવા પોલીસે મનપા તંત્ર સાથે મળી ગીચ અને ભીડભાડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદે રીતે કેીબનો તથા લારી ગલ્લા ઉભા કરી દબાણ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી દબાણ દુર કર્યુ હતું.

સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર નિધી ઠુકાર દ્વારા સુરત શહેર વિસતારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને કોઈ જાહેર સરીયામ માર્ગ પર ગેરકાયદેસર દબાણ કરે અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે તો તેઓ સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ અને મદદનીશ પોલીસ કમિશનર મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ પીઆઈ હુદડ ના માર્ગદર્શન હેઠળ અઠવા પોલીસે મનપાના સેન્ટ્રલ ઝોન સાથે મળી ગીચ અને ભીડભાડા વાળા વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે કેબીનો તથા લારી ગલ્લા ઉભા રાખી દબાણ કરતા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી દબાણો દુર કર્યા હતાં.

Exit mobile version