કચ્છના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલની બાકી વીજ બિલની વસૂલાત
વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ શરૂ કરી
છેલ્લા 1 મહિનામાં લાંબા સમયથી બિલ નહી ભરનારા 1600 ગ્રાહકો
પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલની ટીમે છેલ્લા એક માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરી છે. 1.50 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે
પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલની ટીમે છેલ્લા એક માસથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરી છે, 1.50 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 19.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે… લાંબા સમયથી બિલની ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક પગલાં રૂપે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વીજ બિલ બાકી ઝુંબેશ હેઠળ ઉદ્યોગ, કોમર્શિયલ, ખેતીવાડી તેમજ રહેણાંક ગ્રાહકોના બાકી કનેક્શનોને નિશાન બનાવી ટીમો સ્થળ પર ડિશકનેકશન માટે પહોંચી હતી…ત્યારે અનેક ગ્રાહકો સ્થળ પર જ બાકી બિલની રકમ ભરી દેતા હોવાથી તેમનું વીજ ક્નકેશન તંત્ર દ્વારા કાપવામાં આવતું નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

