સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાનું રી-કન્સ્ટ્રક્શન
આશિષ રાજપુત હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી
હત્યારા અભિષેક ઉર્ફે અંશુ રાજપુત, ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા,
હિતેશ ઉર્ફે ગણેશ પાંડે અને સમીર શર્માની ધરપકડ
સુરતના ડિંડોલી વિસ્તારમાં આશિષ રાજપુત હત્યા કેસમાં પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસે ચારેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું છે.
ડિંડોલી વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં આશિષ રાજપુતની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી અભિષેક ઉર્ફે અંશુ રાજપુત, ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા, હિતેશ ઉર્ફે ગણેશ પાંડે અને સમીર શર્માની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું અને કાયદાનું ભાન કરાવ્યું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
