Site icon hindtv.in

સુરતના માથાભારે ચિરાગ ભરવાડનુ વરાછા પોલીસ દ્વારા રિ કન્સ્ટ્રક્શન

સુરતના માથાભારે ચિરાગ ભરવાડનુ વરાછા પોલીસ દ્વારા રિ કન્સ્ટ્રક્શન
Spread the love

સુરતના માથાભારે ચિરાગ ભરવાડનુ વરાછા પોલીસ દ્વારા રિ કન્સ્ટ્રક્શન
ગુજસીટોક, ખંડણી સહિતના અનેક ગુનાઓ
ડીસીપી ઝોન 7ની ટીમે સૌરાષ્ટ્રમાંથી કુખ્યાત આરોપીને ઝડપ્યો

સુરતના માથાભારે અને ગુજસીટોક, ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ચિરાગ ભરવાડનુ વરાછા પોલીસ દ્વારા રિ કન્સ્ટ્રક્શન કરાવાયુ હતું.

સુરતમાં ગુનો આચરનારા ગુનેગારોને હવે પોલીસ તેમની ઓકાત બતાવી રહી છે. અને જ્યાં ગુનો આચરતા હોય ત્યાં જ તેઓને લઈ જઈ બે હાથ જોડી લોકો પાસે માફી મંગાવી ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવે છે. ત્યારે સુરતની ડીસીપી ઝોન 7ની ટીમે સૌરાષ્ટ્રમાંથી કુખ્યાત આરોપી એવા ગુજસીટોક, ખંડણી, મારામારી સહિત અને ગુનાઓમાં સંડોવાયેલા ચિરાગ ભરવાડને ઝડપી પાડ્યો હતો. ત્યારે વરાછા પોલીસ મથકમાં પણ ચિરાગ ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધાયો હોય જેને લઈ વરાછા પોલીસે આરોપીનો કબ્જો લઈ તેણે જ્યાં ગુનો આચર્યો હતો ત્યાં જ તેને લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Exit mobile version