સુરતમાં તસ્કરો ફરી સક્રિય
ત્રણ દુકાનોમાં ત્રાટકી કર્યો હાથ ફેરો
અમરોલી વિસ્તારમાં ચોરીની ઘટના બની
ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે અમરોલી ન્યુ કોસાડ રોડ પર ઉત્રાણ બ્રિજ નજીક એક કોમ્પલેક્ષની ત્રણ દુકાનોને ચોરોએ નિશાન બનાવી હાથ ફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
સુરતમાં સતત ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. અમરોલીમાં ન્યુ કોસાડ રોડ સ્થિત અમરોલી ઉત્રાણ બ્રિજ પાસેના શખેશ્વર કોમ્પ્લેક્સ ની 3 દુકાનોમાં ચોરો ત્રાટક્યા હતાં. અને દુકાનોના શટર તોડી દુકાનોમાં પ્રવેશી રોકડ સહિતની મત્તા પર હાથફેરો કર્યો હતો. તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોય જેને લઈ પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસે ગુનો નોંધી સીસીટીવીની મદદથી ચોરોને ઝડપી પાડવા ચક્રોગિતમાન કર્યા છે.

