ભાવનગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ
ભાવનગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવાર અનુસંધાને ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યુ.
પોલીસ મહાનીરીક્ષકનાઓએ આગામી રથયાત્રાના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે સારૂ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે અન્વયે આજરોજ આગામી સમયમા નિકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે સારૂ ગંગાજળીયા પોલીસ સ્ટેશનન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ તથા એરીયા ડોમીનેશન કરવામાં આવ્યુ. જેમાં લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન, ઘોઘારોડ પોલીસ સ્ટેશન, નિલમબાગ પોલીસ સ્ટેશન, ભરતનગર પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન, ટ્રાફકી શાખા તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ ઇન્સપેકટરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રીઓ તથા ભાવનગર શહેર ડીવીઝનના વિવિધ પોલીસ સ્ટેશન તથા ટ્રાફીક શાખા તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ કર્મચારીઓ,હોમગાર્ડ તથા ટ્રાફીક બ્રિગેડ મળી કુલ ૧૫૦ કર્મચારીઓ હાજર રહેલ..

