Site icon hindtv.in

મહિલાને કામ આપવાની લાલચ આપી એકાંતમાં બલાત્કાર

મહિલાને કામ આપવાની લાલચ આપી એકાંતમાં બલાત્કાર
Spread the love

મહિલાને કામ આપવાની લાલચ આપી એકાંતમાં બલાત્કાર
નરાધમને મધ્યપ્રદેશથી ઈચ્છાપોર પોલીસની ટીમે ઝડપ્યો
બળાત્કારી અવિનેશકુમાર ઉર્ફે બીપીન કોદુલાલ ચૌરસીયાને ઝડપ્યો

સુરતમાં મહિલાને કામ આપવાની લાલચ આપી એકાંતમાં લઈ જઈ બલાત્કાર ગુજારી ભાગી છુટેલા નરાધમને મધ્યપ્રદેશથી ઈચ્છાપોર પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સૈફાલી બરવાલ તથા મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ પીઆઈ એસી ગોહિલની ટીમે મહિલાને કામ અપાવવાની લાલચ આપી એકાંતમાં લઈ જઈ બળાત્કાર ગુજારવાની ઘટનામાં ભાગી છુટેલા નરાધમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી જેમાં પીએસઆઈ કેપી જાડેજાની ટીમના અહેકો નરેન્દ્રસિંહ તથા અપોકો ચેતનસિંહ સહિતનાઓએ બાતમીના આધારે મધ્યપ્રદેશના સેમારીયા ખાતેથી બળાત્કારી અવિનેશકુમાર ઉર્ફે બીપીન કોદુલાલ ચૌરસીયાને ઝડપી પાડી સુરત લાવી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version