સુરેન્દ્રનગર ચોટીલામાં વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ
પાસ દરમિયાન વિવિધ ગેરરીતિઓ ધ્યાને આવી
નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના નાવા ગામની વાજબી ભાવની દુકાનની ડેપ્યુટી કલેકટર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન વિવિધ ગેરરીતિઓ ધ્યાને આવતા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ
ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા દ્વારા તાલુકાના નાવા ગામની વાજબી ભાવની દુકાન (FPS) ની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દુકાનના સ્ટોકની ભૌતિક ચકાસણી કરતાં ઘઉં 161 કિ.ગ્રા. (આશરે 4 કટ્ટા), ચોખા 169 કિ.ગ્રા. (આશરે 4 કટ્ટા) તથા ખાંડ 40 કિ.ગ્રા. નો વધ-ઘટ જણાઈ આવ્યો હતો. આમ કુલ 9 (નવ) કટ્ટા જેટલા અનાજમાં ગેરરીતિ જોવા મળતાં પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ જણાઈ આવી હતી. તેમજ દુકાનની ઇમારત જર્જરિત હાલતમાં, લાભાર્થીઓને ફરજિયાત આપવામાં આવતી રસીદ/કૂપન આપવામાં આવતા ન હતા., અનાજના ભાવ અને જથ્થા અંગેનું માહિતી પાટિયું નિયમ મુજબ પ્રદર્શિત કરવામાં આવ્યું ન હતું., અનાજનો સંગ્રહ નિયમ મુજબ યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હતો, નિયમોના પાલનમાં અન્ય વહીવટી સહિતની ક્ષતિઓ પણ ધ્યાને આવી ત્યારે ઉપરોક્ત ગેરરીતિઓને ગંભીરતાથી ધ્યાને લઈ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી (જાળવણી અને નિયંત્રણ) આદેશ તથા સંબંધિત જોગવાઈઓ મુજબ દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરૂધ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

