લીંબડી પીજીવીસીએલ કચેરી ખાતે રામરાજ્ય પ્રજા સુખી
લોકોને ટલ્લે ચઢવાનો વારો આવી રહ્યો છે
લીંબડી પીજીવીસીએલ કચેરી ખાતે રામરાજ્ય પ્રજા સુખી જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે પીજીવીસીએલ કચેરીના કારણે લોકોને ટલ્લે ચઢવાનો વારો આવી રહ્યો છે ક્યારે સુધરશે આ તંત્ર
લીંબડીની પ્રજાને કેટલું સહન કરવું તેનું મીટર બનાવવાની જરૂર છે કેમકે લીબડી પીજીવીસીએલ કચેરીમાં લાઈટનું મીટર આવે છે તો માણસને સહન કરવું પણ મીટર હોવું જોઈએ ત્યારે લીંબડી પીજીવીસીએલ ની લાલિયાવાડી સામે આવી હતી આ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મનફાવે ત્યારે નોકરી ઉપર હાજર રહે છે બીજી ખાસ કરીને વાત કરવામાં આવે તો પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ માટે 2.30 સુધી લંચ ટાઈમ હોય છે પરંતુ કચેરીના લંચ ટાઈમ બાદ તેમજ સવારની નોકરીની શરૂઆતના સમય પ્રમાણે કર્મચારીઓ હાજર રહેતા નથી તે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે શું પીજીવીસીએલ કંપની આ કર્મચારીઓને પગાર નથી આપતી, કે શું ઓછો પગાર આપે છે, એ સમય મુજબ પગાર આપે છે એ ખબર પડતી નથી ત્યારે આ કચેરીમાં અઢી વાગી ગયા છે તેમ છતાં કોઈ કર્મચારી પોતાની જગ્યાએ પોતાની ખુરશી ઉપર જોવા મળી રહ્યા નથી તેમજ અધિકારી પણ જોવા મળી રહ્યા નથી એટલે જ કહી શકાય રાજા ખુશ એટલે પ્રજા પણ ખુશ આનો મતલબ એવો થયો અધિકારીઓ નથી તો કર્મચારીઓ ક્યાંથી હોય આ એક સવાલ ઉભો થઈ રહ્યો છે
લોકો જ્યારે લાઈટ બિલ ભરવા તેમજ અન્ય પીજીવીસીએલ કચેરીના કામ અર્થે જાય છે ત્યારે ઘણા બધા કામ છોડીને ગયેલ ગ્રાહક પીજીવીસીએલની કચેરીએ કર્મચારીની રાહ જોઈને બેસી રહે છે કેમ છતાં ગ્રાહકોને ટલ્લે ચડવાનો વારો આવી રહ્યો છે પ્રજા કઈ રહી છે કે આવું જ ક્યાં સુધી ચાલશે , આવા કર્મચારીઓ પર લગામ ખરી? જો લગામ મૂકવામાં આવે તો જ આ કર્મચારીઓમાં સુધારો થાય તેવું લાગી રહ્યું છે ત્યારે આ તમામ વિડિયો સમય સાથે કેપ્ચર કરવામાં આવ્યો છે આ વિડીયો કોઈ સોશિયલ એપ્લિકેશન કે કોઈ AI એપ્લિકેશનના નથી પણ સત્યતા દર્શાવતા વિડિયો છે હવે જોવાનું એ રહ્યું કે આવા કર્મચારીઓ ઉપર ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવશે ખરા. આ એક પ્રશ્ન છે લોકો માટે,,,, કે પછી અંધેરી નગરી ગંદુ રાજા જેવી જ સ્થિતિ રહેશે..

