Site icon hindtv.in

આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
Spread the love

આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
રામ મંદિરોમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા
મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું

આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સુરત શહેરના રામ મંદિરોમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા છે, જ્યાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેશભરમાં આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પણ અનેક રામ મંદિરોમાં વિશેષ આયોજન કરાયુ હતું. જેમાં અડાજણ સ્થિત રામજી મંદિરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ મંદિરમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરાયાં હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. બપોરે 12 વાગ્યે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની બાજુમાં આવેલું અનોખું મંત્ર મંદિર પણ ભક્તોને આકર્ષિત કરી રહ્યું છે. અહીં ભગવાનની પ્રતિમાની જગ્યાએ તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે, અત્યાર સુધીમાં ભક્તો દ્વારા લખાયેલા 1100 કરોડથી વધુ મંત્રો અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ આ મંત્રોની પ્રદક્ષિણા કરીને આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવે છે.

Exit mobile version