સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી
સ્કૂલ-કોલેજની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓને રાખડી
પોલીસ પરિવાર સાથે રક્ષાબંધનની ખુશીઓ વહેંચી
સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલ-કોલેજની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી પોલીસ પરિવાર સાથે રક્ષાબંધનની ખુશીઓ વહેંચી હતી.
વરાછા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ પોલીસકર્મીઓને રાખડી બાંધી તેમના હાથે મીઠાઈ ખવડાવી હતી. પોલીસ પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવાતા પોલીસ સ્ટેશનમાં પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી જોવા મળી હતી.

