Site icon hindtv.in

સુરતમાં રાખી મેળા 2025નુ આયોજન કરાયુ

સુરતમાં રાખી મેળા 2025નુ આયોજન કરાયુ
Spread the love

સુરતમાં રાખી મેળા 2025નુ આયોજન કરાયુ
રાંદેર ઝોનમાં મેયરની હાજરીમાં મેળાનું ઉદઘાટન કરાયુ
ઉદઘાટન સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળા 2025નુ આયોજન કરાયુ છે જેનું રાંદેર ઝોનમાં મેયરની હાજરીમાં ઉદઘાટન કરાયુ હતું.

મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જુથો જેમાં એ.એલ.એફ. અને સી.એલ.એફ.ના સભ્યોને રાખડી તથા રાખઢી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધુ બજાર મળી રહે તે માટે રાખી મેળા 2025નું શુક્રવાર પહેલી ઓગષ્ટથી નવ ઓગષ્ટ સુધી રાખવામાં આવ્યુ છે. સુરત મનપાના રાંદેર ઝોનમાં અડાજણ હનીપાર્ક રોડ પર આવેલ જોગાણી નગર પાર્ટી પ્લોટ ખાતે મેયર દક્ષેશ માવામીના પ્રમુખ સ્થાને આ રાખી મેળા 2025નુ આયોજન કરાયુ હતું. તો આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version